A short poem describing the feeling of emptiness. Eng. translation is below the original. |
રિક્તતા જણાઈ રહી છે, રોજબરોજની ભાગદોડ વચ્ચે, જીવનની રિક્તતા જણાઈ રહી છે. મુખ પર તો હાસ્ય છે, પરંતુ અંતરમાં આત્માની રિક્તતા જણાઈ રહી છે કદાચ આશાઓનાં અતિરેકનાં પરિણામે, નિરાશાઓની અતિરિક્તતા જણાઈ રહી છે. અવિશ્વાસના તો અગણિત સેતુઓ બંધાયા છે, જયારે વિશ્વાસની દોરીઓ; એક પછી એક કપાતી જણાઈ રહી છે. અપમાનોની બોલબાલા છે, તો સન્માનની હરાજીઓ થતી દેખાઈ રહી છે. હીરા તો છે અસંખ્ય, અને છતાં, હીરાઓને પારખનાર ઝવેરીઓની અછત જણાઈ રહી છે. પ્રેમનો અભાવ છે, તો લાલસાની ભરમાર થઇ રહી છે, નીતિઓનો સન્નાટો છવાયો છે, જયારે અનીતિઓની કોલાહલ મચી છે. સત્ય તો આખરે એ જ લાગે છે કે, માનવોથી ખીચોખીચ ભરેલા આ વિશ્વમાં; માનવતાની રિક્તતા જણાઈ રહી છે. Translation: There seems to be an emptiness, In the midst of the daily grind, There seems to be an emptiness of life. Though the laughter is present on the face, the emptiness of the soul is visible within. Perhaps, as a result of the excessive hopes; the despair also seems in surplus. Countless bridges of disbelief have been built, Whilst the tight ropes of faith; are seemingly cut down, one after the other. Insults are abounded, Whilst honour is being auctioned. Diamonds are numerous, and yet, There seems to be a dearth of jewellers. There is a lack of love, there is an abundance of lust, The silence of righteousness is pervasive, while the noise of immorality is terrifying. The truth ultimately seems to be, That in this world crowded with humans; There seems to be an emptiness of humanity. |