આજે મિત્રતા દિવસ છે (ફ્રેન્ડશીપ ડે) .........હહાહાહાહાહા શું ખરેખર આ દિવસ ની જરૂર છે... ? મિત્રતા આખું વરસ કાગડા ની જેમ રોટલી લેવા આપણા ઉંબરા ઉપર આવે અને એને આભાર આપવાની ખરેખર જરૂર છે ? અને એ પણ આખા વરસ માં ફક્ત ને ફક્ત એકજ દિવસ... ? હહાહાહાહા ભાઈ ખરેખર તો એક દિવસ પાણી વગર ચાલશે પણ મિત્રતા વગર એક દિવસ પણ નહીં ચાલે......! વિશ્વાસ નથી આવતો.. ? એક મિનીટ, શુકામ ના આવે ? મોબાઈલ માં રીચાર્જ કરવું હોય તો દુકાન નહીં પણ પેલો મિત્ર યાદ આવે છે....બરાબર ને....? કોઈ ને ગાળો દેવી હોય તો જેને દેવી હોય એ નહીં પણ પેલા આપણે આપણા મિત્ર પાસે એકવાર જઈ ને ગાળો નું ડેમો આપીને આવીએ છીએ... અને એમાં સુધારા વધારા કરવાની સહુલત પણ મીત્રજ આપેછે...બરાબર ને ગર્લફ્રેન્ડ / બોયફ્રેન્ડ સાથે જે પણ થયું હોય એનું વર્ણન મિત્ર પાસે ના કરો ત્યાર સુધી એ વેલીડ નથી ગણાતું અને જો વધારે કઈક થયું હોય તો સ્પેશિયલ મીટીંગ બોલાવીને એકદમ પરફેક્ટ જે થયું હોય એમાં સુધારા વધારા કરી ને વાર્તા સ્વરૂપે નિખાલસ પણે કહીં દેવી પડે છે.....બરાબર ને .... હહાહાહાં મિત્રો સાથે જમવા કે ફરવા ગયા હોય તો ફરવા કે જમવા ની મજા કરતા છેલ્લે બીલ ભરવા માં થતી આંતરાષ્ટ્રીય કક્ષા ની ગણતરી કદાચ ઇન્કમટેક્ષ નાં ઓફિસરો પણ નહીં કરતા હોય એ રીતે ચીવટ ભર્યું કરશું...! ભૂલ કરી હોય તો ભગવાન પેલા પણ જે યાદ આવે છે એ છે આપણો મીત્ર......! અને કેમ નાં આવે મિત્ર યાદ......કારણકે ભૂલ પણ એની સાથેજ કરી હોય છે.....હહાહાહા પેટ માં દુખતું હોય તો પણ પેટ ભુલાવી ને મગજ દુખવા માંડે એવી વાતો જો કોઈ કરે તો એ મીત્રજ છે તમારો....એ બોલે છે એટલે એ તમારો મિત્ર છે એમ નહીં પણ તમે ગધેડાને પણ તાવ આવે એવી વાતો સાંભળો છો એટલે તમે બંને એક બીજા ના મિત્રો છો...! હહાહાહા શું ખરેખર આવા મગજ વગર ના પણ પ્રેમ થી ભરપુર સંબંધોને સેલીબ્રેટ કરવા માટે આ એકજ દિવસ હોય એ કેટલું માન્ય છે....? જે પણ હોય, એક દિવસ તો એક દિવસ આજે કોઇક મિત્રની તો આવીજ બનશે મિત્રતા દિવસ ના નામ ઉપર.....! અરે પાર્ટી તો કરવીજ પડે ને.....હહાહાહાહા બધાને હપી ફ્રેન્ડશીપ ડે....! જલસા કરો....! -કમલ ભરખડા |